વિરોની વિરાસત
માં ભવાની ના કેસરિયા એવા કારડીયા રાજપૂતો અને માં ગાત્રાડ ના વીર સપૂતો એવો રબારી સમાજ, વિરતા,સાહસ અને રાષ્ટ્રની રક્ષા એ આ બંને સમાજના લોહીના ગુણો છે, જે આપ મેળે લોક સમુદાય વચ્ચે બહાર દેખાઈ આવે.
રાજપૂતો જોડે અન્ય સમાજે પણ હજારો બલિદાન આપ્યા સે, જેને હિંદુવર્ષ ક્યારે ભુલવાનું નથી બધા લોકો તે બલિદાનો ના હંમેશા માટે ઋણી રહેવાના. ગૌમાતા ની રક્ષા માટે જુનૂન આ બને સમાજની વિરાસત સે જેના માટે મૌત પણ વ્હાલું કરવું પડે તો તેનું જરા પણ ઘમંડ કે દુઃખ નથી. કહાની પ્રેમની સાંભળવા મળે, ઘટના વિરહની જોવા મળે પણ જયારે દોસ્તોની મહેફિલમાં ધર્મ માટે વિરગતી પ્રાપ્ત થાય તે ભાગ્યે જ જોવા મળે.
કોડીનાર ના કારડીયા રાજપૂત સમાજના અરજન બાપા અને રબારી સમાજના નાજા બાપા આ બને વિરો મીઠાપુર ગામમાં શુભ પ્રસંગ થકી સુવાણે ગયા અને તે સમયે તે ગામમાં લૂંટારુઓ ગાયોના ધણ ને વાળી જતા હતા અને બૂંગ્યો વાગ્યો, જયારે બુંગ્યો વાગે ત્યારે જ વિરતાના ધાવણ ના દૂધ મપાય જાય, અને આ બંને મિત્રો કૂદી પડ્યા સમર મેદાન માં અને દુશ્મનો નો સોથ વાળી દીધો આ બંને વીર સપૂતોના પાળિયા હિરણ નદીના કાંઠે માતા શીતળાના મંદિર પાસે છે અને શ્રદ્ધા પૂર્વક પુંજાય છે, અને જે પુંજે સે એમની મનોકામના પણ અહીં પૂર્ણ થાઈ છે.
0 Comments