Hot Posts

6/recent/ticker-posts

પરમાર વંશ પેટા શાખાઓ

⚔ પરમાર વંશ પેટા શાખાઓ ⚔


પરમાર રજપૂત ક્ષત્રિય વંશમાં આવતી મુખ્ય પેટા શાખાઓનું સંક્ષિપ્ત વર્ણન નીચે મુજબ છે:

🌴 સોઢા પરમાર 🌴: આ શાખના પરમારોના મુખ્ય નગરોમાં અમરકોટ, રતોકોટ, ટાઢ અને પીલુ (પારકર)નો સમાવેશ થાય છે. કેટલાક સોઢા પરિવારોએ સૌરાષ્ટ્રમાં મૂળી તેમજ જામનગર, કચ્છ (વાગડ અને ખડિર)માં પણ વસવાટ કર્યો છે. સંવત ૨૦૨૮ (૧૯૭૧)ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન અમરકોટ અને પારકરના ઘણા સોઢાઓએ પાકિસ્તાન છોડીને રાજસ્થાન અને ગુજરાત (કચ્છ)માં સ્થળાંતર કર્યું હતું. હાલમાં તેમના મોટા ઠેકાણાં પાકિસ્તાનમાં અમરકોટ અને ઢાટમાં રાણા જાગીર અને મીઠી છે.

🌴 સાંખલા પરમાર 🌴: સાંખલા શાખના પરમારો ઝાંગરુગઢ અને રુણગઢમાં જોવા મળે છે. તેમને રણુજા સાંખલા અને ઝાંગલુ સાંખલા તરીકે પણ ઓળખવામાં આવે છે.

🌴 ધાંધુ પરમાર 🌴: ધાંધુ શાખના પરમારો મુખ્યત્વે બાડમેર જિલ્લામાં વસે છે.

🌴 વરણ પરમાર 🌴: વરણ શાખના પરમારો ઢાટ વિસ્તારમાં અને ખાસ કરીને જેસલમેરના જાનરાગઢ અને પારકરમાં જોવા મળે છે.

🌴 જાગા પરમાર 🌴: જાગા પરમારોનું મુખ્ય ઠેકાણું જેસલમેરનું જાનરાગઢ છે. તેઓ ઢાટમાં હરીયાર, ગોપાત્ર અને અન્ય છૂટાછવાયા સ્થળોએ પણ વસે છે. હરીયોજી ભોપા જાગોએ ઢાટમાં હરીહર (તા. છાછરા)માં ચેલાર અને ગોંધીયાર વચ્ચે વસવાટ કર્યો હતો, જેના બદલામાં અમરકોટના રાણાએ તેમને ઇનામ આપ્યું હતું.

🌴 વાગમાર પરમાર 🌴: વાગમાર પરમારો જાનરાગઢ (જેસલમેર)ના છે. ઘણા વાગમાર પરિવારો હરીહર (ઢાટ), ગુજરાત, કચ્છ અને રાજસ્થાનમાં પણ વસે છે. (વાગમારની કેટલીક પેટા શાખાઓ સુથાર તરીકે ઓળખાય છે).

🌴 નેતડ પરમાર 🌴: નેતડ પરમારો પણ જાનરાગઢ (જેસલમેર)ના છે. તેમનું પરિવાર રાજસ્થાન અને ઢાટમાં વસે છે. ઢાટમાં ચારણોર ગામ અને શોભાનો તળો (તા. છાછરા, પાકિસ્તાન) ખાતે તેમના વંશજો નેતડ બ્રાહ્મણ તરીકે ઓળખાય છે.

🌴 વહેલ પરમાર 🌴: વહેલ પરમારો અગાઉ શિવ કોટડામાં હતા. ચંદાજી વહેલના ઘરે પરમાર કુળમાં છેલ્લા શક્તિ અવતાર રુપાંદે થયાં, જેમનાં લગ્ન મલીનાથ રાઠોડ સાથે થયાં. તેમના વંશમાં ખાવડીયા, કોટડીયા, મહેચા, પોકરણા અને થુમલીયા બાડમેરા જેવી રાઠોડ શાખાઓનો ઉદ્ભવ થયો. મલીનાથનું મૂળ નામ રાવળ માલજી હતું. માલો અને રુપાંદેએ ભક્તિ કરીને પોતાનું નામ અમર કર્યું.

🌴 કાબા પરમાર 🌴: કાબા પરમારોના બે મોટા ઠેકાણાં થુરુ અને ચંદુર જોલા રિયાસતમાં આવેલા છે.

🌴 કુકણા પરમાર 🌴: કુકણા પરમારો પોકરણ પટ્ટીમાં નવા તળો વિસ્તારમાં વસે છે.

🌴 હરીયા પરમાર 🌴: હરીયા પરમારો હરિયાણા પ્રાંતમાં હરીપુરા ખાતે જોવા મળે છે.

🌴 બારડ પરમાર 🌴: બારડ પરમારોનું મુખ્ય ઠેકાણું દાંતા ૬૦ અને અંબાજી ધામ છે. ભગવતસિંહજી બારડને રાણાની પદવી પ્રાપ્ત છે. અંબાજી માતાજીના પ્રતાપે બારડ પરમાર રાજાને દરરોજ સવા મણ કેસર મળતું હતું.

🌴 દાયમા પરમાર 🌴: દાયમા પરમારો મોટા દાતા તરીકે ખ્યાતિ પામ્યા હતા.

🌴 ઉમટ પરમાર 🌴: ઉમટ પરમારો અગાઉ નરશીગઢમાં હતા, જે મેવાડના કંકણ સાંધાપરના ૧૨ ગામો (મધ્યપ્રદેશ)માં આવેલું છે.

🌴 સુમરા પરમાર 🌴: સુમરા પરમારોને હમીરજી સુમરાના સમયમાં સિંધમાં મોટી જાગીર હતી. (સુમરા પરમાર વંશના વંશજો સમય જતાં મુસલમાન બની ગયા).

🌴 પૂઆર (પાયણ) પરમાર 🌴: પૂઆર (પાયણ) પરમારો રડલી (પાકિસ્તાન), ઇન્દ્રોઈ, ખેડા, થુંબલી (બાડમેર, રાજસ્થાન) અને કચ્છના ડનણામાં વસે છે.

🌴 ગેલડા પરમાર 🌴: ગેલડા પરમારો નાંગરોલ, જીણાર અને મૂણીયામાં જોવા મળે છે. બીજા કેટલાક ભોપા તરીકે ઓળખાય છે, જે સણાઉ (રાજસ્થાન)માં છે. કચ્છમાં ગેલડા અને બોઆ નામના બે ગામો પણ તેમના વસવાટ ધરાવે છે.

🌴 કાળોધાં પરમાર 🌴: કાળોધાં પરમારોનું સાંચોરમાં રાજ્ય હતું, જેને તેમના મામા રામસિંહ સોનગરા ચૌહાણે હરાવીને કબજે કરી લીધું હતું. વિક્રમસિંહ સાલજી તેમના ભાણેજ હતા, જ્યારે મામા રામસિંહ કૂંપજીના પુત્ર હતા. (કેટલાક કાળોધાં પરમાર ભીલ સમુદાયમાં ભળી ગયા).

🌴 ભાયલ પરમાર 🌴: ભાયલ પરમારોનું મોટું ઠેકાણું ગોળીયો અને તેની આસપાસના બાર ગામો હતા.

🌴 રભાતર પરમાર 🌴: રભાભા પરમારના વંશજો "રભાતર" પરમાર તરીકે ઓળખાયા. હાલમાં રભાતર પરમારોના પરિવારો બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વસેલા છે.

🌴 મોહંદા પરમાર 🌴: મોહંદા પરમારો ઢાટ વિસ્તારના છૂટાછવાયા ગામોમાં અને પારકરમાં વસવાટ કરતા હતા.

🌴 મેપાવત પરમાર 🌴: મેપાવત પરમારો ઝિલાયા અને બિજોલિયા ગઢમાં જોવા મળે છે, જે મેવાડથી આગળ આવેલું છે. ત્યાં રુધનાથસિંહનું રાજવી કુટુંબ છે અને ઘણા મેપાવત પરમારો ત્યાં વસે છે.

🌴 રાવત પરમાર 🌴: રાવત શાખ એક પદવી છે જે અન્ય રજપૂત ક્ષત્રિય વંશોમાં પણ જોવા મળે છે. પરમાર વંશમાં પણ રાવત પરમારો છે, જેમના ઠેકાણાં મુખ્યત્વે રાજસ્થાન, ગઢવાલ અને ઉત્તરાખંડ તરફ છે.

🌴 ધારુઆ પરમાર 🌴: ધારુઆ પરમારોની રાજધાની ધારા નગરી હતી, જ્યાં વિજયસિંહજીનું શાસન હતું.

🌴 મોરીયા પરમાર 🌴: મોરીયા પરમારોના વંશજો નેપાળના મહારાજા વીર વિરેન્દ્રસિંહજીના રાજવી પરિવાર સાથે સંબંધ ધરાવે છે.

🌴 કેરાડુઆ પરમાર 🌴: કેરાડુઆ પરમારો ચંદ્દાવતી નગરીમાં વસે છે. અભેસિંહજી કેરાડુકોટથી ચંદ્દાવતી નગરીમાં ગયા હતા.

🙏🏻 આ ઉપરાંત પણ પરમાર રજપૂત ક્ષત્રિય વંશમાં ઘણી પેટા શાખાઓ છે, જેની માહિતી મારી પાસે ઉપલબ્ધ હતી તે સંક્ષિપ્તમાં પરમાર રજપૂત ક્ષત્રિય વંશની જાણકારી માટે રજૂ કરી છે.

Post a Comment

4 Comments

  1. Rabhtat valu khotu se, rabhtar e koli ma aave

    ReplyDelete
  2. Vahhh Bhai khub khub aabhar 🙏🙏🙏

    ReplyDelete
  3. ભગવાન રામ ક્ષત્રિય હતા એમણે શબરી કે એક ભીલ આદિવાસી સ્ત્રી હતી એના એઠાં બોર ખાધા હતા એતો ના વટલાયા અને તમારા વડવાઓ એ આદિવાસી ના ઘર નું પાણી પીધું તો વટલાઈ ગયા વાહ શું સમજણ છે આપણા ધર્મ ની

    ReplyDelete