જય માતાજી 22 ડિસેમ્બર રવિવાર ના રોજ ગાંધીનગર ખાતે શ્રી રાષ્ટીય રાજપૂત કરની સેના દ્વારા વિશાલ રેલી અને સભા નું આયોજન કરી એસ્ટ્રોસિટી એક્ટ માં સંશોધન, આર્થિક આધારે આરક્ષણ , ગાય માતા ને રાષ્ટ્રમાતા જાહેર કરવા અને બળત્કારીઓ ને ફાંસી ની સજા થાય એવી માંગ સાથે કલેકટર ને આવેદન પત્ર આપ્યું હતું.
ગાંધીનગર ખાતે મહાબવંડર રેલી માં રાજ્યભર ના રાજપૂત સમાજ ના યુવાનો ઉપરાંત માલધારી સમાજ , ચારણ સમાજ , ઠાકોર સમાજ અને બીજા અન્ય સમાજ ના યુવાનો પણ જોડાયા હતા.
ક્ષત્રિય સેના આનંદ જિલ્લા દ્વારા મહાબવંડર ને સમર્થન આપવામાં આવ્યું હતું અને આનંદ થી ગાંધીનગર સુધી કેસરિયા ઝંડા સાથે રેલી નું આયોજન કરી ક્ષત્રિય સેના ના સભ્યો રામકથા મેદાન માં પોહ્ચ્યા હતા. કરની સેના ના આગેવાન રાજ શેખાવત અને સુખદેવ ગોગામેડી એ એટ્રોસિટી એક્ટ ના દુરુપયોગ અટકવા અને આરક્ષણ આર્થિક આધાર પર આપવા માટે ની માંગ કરી હતી. મહાબવંડર સભા માં શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરની સેના ના અધ્યક્ષ સુખદેવ ગોગામેડી , ગુજરાત પ્રદેશ અધ્યક્ષ રાજ શેખાવત , જયરામદાસ બાપુ ,યોગેન્દ્રસિંહ કટાર, ભાગવા ધારી બાપુ , ઉપદેશ રાણા દ્વારા મુદ્દા ઓ પર પોતાની માંગ મૂકી હતી
0 Comments