જાદવરાય નો ગૌ પ્રેમ
સદીઓ અને વર્ષો થી ગુજરાતની તપો અને શુરાઓની ભૂમિ ઉપર કૃષ્ણ ની બંસી તો નરસિંહ ના કેદારા નો નાદ સંભળાતો આવે,
જાગને જાદવા શ્રીકૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ઘેન માં કોણ જાશે રે.આ ભૂમિ કે જ્યાં ગૌ માતા માટે માથા કપાયા અને ધડ લડ્યા પણ છેવટે ધર્મને અધર્મીઓના હાથે તૂટતો બચાવ્યો જ્યાં હાંક વાગે માં ભોમની, ત્યાં તલવારો છૂટે શોર્ય તણા કેસરિયા વિરોની. આ કારડીયા રાજપૂત કુળની પરંપરા છે, જાદવ પરિવારના બે વીર યોદ્ધાઓ જાદવ જેશાજી અને જાદવ તોગાજી, જયારે અધર્મીઓ ગાયોના ધણ વાળી જતા હતા ત્યારે તે અધર્મીઓ જોડે લડ્યા અને તે ધિંગાણા માં ખપી ગયા, જે સાક્ષાત ભલગામડાં ગામની ભૂમિ ઉપર પૂજાય છે,
અમે કેસરિયા અંતમાં પણ કેસરી રંગમાં જ ભળી જવાના.સ્થળ: મું- ભલગામડાં તા- હળવદ જી- મોરબી
0 Comments