🚩વાઘેલા સોલંકી રાજવંશ ઈતિહાસ.🚩
ઉત્તપત્તિ ભારદ્વાજ મુનિ એ પોતાના ચાલુક એટલે ખોબા માંથી પુરુષ ઉત્પ્ન્ન કર્યા. તે પુરુષ નું નામ ચાલુક્ય રાખ્યું દેવ રાખ્યું તેમના વંશ મા આગળ જતા ટૂંક ટોડા કલ્યાણ પ્રદેશ મા રાજા ભુવડ સોલંકી રાજા થયા તેમના પુત્રો 2 પુત્રો થયા રાજ બીજ જેઓ ઈસ 900 મા વઢવાણ આવ્યા..
રાજ સોલંકી ને 2 પુત્રો થયા જેમને બે પત્ની હતા.
પહેલા પત્ની નું નામ લીલાદેવી હતું ચાવડા રાજવંશ ના કુંવરી હતા.
બુજા પત્ની નું નામ રાયાજી હતું.જે કેરાકોટ કચ્છ ના જામકુળ ની દીકરી હતા.
ભુવડ દેવ ને બે પુત્ર થયા લીલાદેવી ના પુત્ર મૂળરાજ સોલંકી થયા.
કેરાકોટ જામકુળ ના દીકરી રયાજી ને સકાયત વાઘેલા થયા..
ગુજરાત મા સોલંકી ની બે સાખ થઈ....
મોટા ભાઈ ની શાખા મૂળરાજ સોલંકી પાટણ
નાના ભાઈ ની શાખા સકાયત વાઘેલા બાંધવગઢ થી વાઘેલા ગામે...
સકાકાયત સોલંકીની હત્યાબ થયા બાદ તેમના પત્ની તેમના પુત્રને મુકીને તેમની પત્ની રાકાયત પાછળ સતી થયા. પાછળ મુકી ગયેલા બાળક ને જંગલમાં રડતું જાણીને વાઘણની નજર બાળક પર પડી. વાઘણે બાળકને ધવરાવીને શાંત કર્યુ. આ રીતે વાઘણ નું દુધ પીને ધીમે ધીમે બાળક મોટું થવા લાગ્યું . એક વખત જંગલ માં શિકાર કરવા નીકળેલ મૂળરાજસિંહ સોલંકી વાઘણ ને બાળક ધાવતો હતો તે જોઈ ગયા. વાઘણ ના ગયા પછી મૂળરાજે બાળકને ઉપાડયું, ત્યાં જ આકાશવાણી થઈ કે "તારા ઓરમાન રાકાયતનો કુમાર છે અને વાઘેશ્વલરી માતાએ તેનું રક્ષણકર્યુ છે" આથી મૂળરાજસિંહ સોલંકીએ તેને સાથે લઈ તેનું "વ્યાધ્રદેવ" નામ પાડયું. તેમના વંશજ વાઘેલા વંશ તરીકે ઓળખાયા વ્યાઘ્ર દેવ ના માતા શ્રી વ્યાઘ્ર દેવ ને ક્ષેમકલ્યાણી માતા ના મંદિરે મૂકી ને પોતાના પતિ પાછળ સતી થયા હતા..
વ્યાઘ્ર દેવ નો ઉછેર મૂળરાજ કરે છે વ્યાઘ્ર દેવ મોટા થતાં એમને વાઘેલા ગામ ની જાગીર આપી તેઓ મોટા થતાં કાસી એ ગયા ત્યાં થી તેઓ રેવા રાજ્ય ગયા ત્યાં ના રાજા કરણ શેને વ્યાઘ્રાદેવ નુ પરાક્રમ જાણી તેમની કુંવરી સ્તનમતી ને વ્યાઘ્ર દેવ સાથે પરણાવી રેવા નુ રાજ્ય વ્યાઘ્રાદેવ ને સોંપ્યું ત્યાર થી વાઘેલા વંશ ની સ્થાપના થઈ. તેમના પાંચ પુત્ર થયા જેમાં સૂરત દેવ પોતાના વંશજો ની જન્મ ભૂમિ ગુજરાત આવ્યા તેમની વ્યાઘ્રાપલ્લી મા જાગીર હતી ત્યાં રાજ્ય ની સ્થાપના કરી ગુજરાત બહાર મધ્યપ્રદેશ થી વાઘેલા ના પૂર્વજો પાટણ આવ્યા ત્યાં સતા સ્થાપી ત્યાર બાદ તેઓ અલગ અલગ પ્રાંત મા વસ્યા થોડા કચ્છ મા પણ ગયા આ વ્યાધ્રદેવના વંશજો વાઘેલા કહેવાયા. જેને "વ્યાવધ્રપલ્લીે" વસાવ્યું . (હાલ વાઘેલા, તા.સમી, જિ પાટણ) અહીંયા વાઘેલા કુળગુરૂ શ્રી વૈરાનાથ બાપુનો મઠ આવેલો છે.
ઈષ્ટજદેવ- કાશી વિશ્વનાથ મહાદેવકુળ કે શાખાની શરૂઆત-વ્યાધ્રદેવજી ગઢ ભાલગઢ તથા ભીલડીગઢ......
વંશ અગ્નિ (ચાલુક્ય)
મૂળ પુરુષ વ્યઘરદેવ રેવા બાંધવ ગઢ
ગુજરાત મા શાખા ઉતરી વ્યાઘ્ર દેવ ના પુત્ર સુરતદેવ વ્યાઘ્ર પલ્લી ગામે આવ્યા તેમના પુત્ર એ કુન્દર કચ્છ મા જાગીરી કરી. ધવલે ધોળકા વસાવ્યું તેમના પુત્ર વીરધવલ થયા જેઓ ગુજરાત ના મહારાજા થયા. વિશળ દેવ વાઘેલા એ વિસનગર અને વઢવાણ વસાવ્યું હતું.
લેખન સેજપાલસિંહ ઝાલા 🖋
0 Comments