Hot Posts

6/recent/ticker-posts

યદુવંશી જાડેજા રાજપૂતો ની શોર્યગાથા

યદુવંશી જાડેજા રાજપૂતો ની શોર્યગાથા

યદુવંશી જાડેજા રાજપુત
યદુવંશી જાડેજા રાજપુત 


◆ જાડેજા રાજવંશ ૪ શાખા અને 57 જેટલી પેટા શાખા માં વહેંચાયેલો છે.
◆ જાડેજા રાજપુતો ના ઈતિહાસ ને કોઈ એક પુસ્તક માં સમાવિ લેવો એ અશક્ય કામ છે કારણકે
તેનું સામ્રાજ્ય વર્તમાન ગઝની થઈ લઈ પાકિસ્તાન ના સિંધ ત્યાંથી કચ્છ અને વર્તમાન સૌરાષ્ટ્ર ના અડધા ભાગ પર સામ્રાજ્ય પથરાયેલું હતું.
◆ જાડેજા રાજપુતો ફક્ત પોતાના માટે નહીં પણ મુસ્લીમ માટે પણ યુદ્ધ કરેલા છે...એ વાત કચ્છ ની હોય કે જ્યારે ૧૪૭ મુસ્લીમ કન્યાઓ માટે જામ અબડાજી શહીદ થએલા ને પાછળથી સુમરી કન્યા અને ક્ષત્રાણીઓ એ જૌહર કરેલું...કે વાત હોય ભૂચર-મોરી ના યુદ્ધ ની કે જેમાં એક મુસ્લીમ ના પરિવાર માટે ૨૫૦૦૦ જેટલા જાડેજા રાજપુતો શહીદ થએલા...!
◆ સૌરાષ્ટ્ર માં જાડેજા રાજપુતો એ મજેવડી, તમાચાણ, ભૂચર-મોરી જેવા યુદ્ધો મુઘલો સામે કરેલા જેમાં મજેવડી ને તામાચણ માં તો જામ શ્રી સતાજી એ મુઘલો ને ખરાબ રીતે હરવ્યા તા આ સિવાય બીજા જામ તમાચી તગડ એ મુસ્લિમ સૂબાઓને જામનગર ના યુદ્ધ માં હરાવ્યા હતા. જ્યાં ક્ચ્છ માં પણ જાડેજા રાજવીઓ એ અલ્લાઉદીન ખીલજી સામે યુદ્ધ કરેલું તેમજ કચ્છ ના રાઓ શ્રી એ વીંઝાન માં અને સિંધ ના ગુલામસાહ ક્લહોરા સામે ઝારા જેવા યુદ્ધો કરેલા છે. અને અમદાવાદ ના સૂબા શેર બુલંદ ખાન સામે ભુજમાં યુદ્ધ કરેલું.
◆ સૌરાષ્ટ્ર માં જાડેજા સતા ની સ્થાપના કરનાર જામ શ્રી રાવળજી અજય શાશક હતા જેને કોઈ હરાવી નોતું શક્યું જેને " પશ્ચિમ ના પાદશાહ" નું બિરુદ મળેલું...!
◆ જાડેજા, ચુડાસમા અને ભાટી રાજપુતો ભગવાન શ્રી કૃષ્ણના જ વંશજ છે. જેસલમેર ના કિલ્લા માં હાલમાં પણ જાડેજા નું એક છત્ર ભગવાન શ્રી કૃષ્ણના મેઘાદંબર છત્ર ની બાજુમાં રાખેલ છે.
◆ જાડેજા રાજપૂત જે પહેલા "સમા" તરીખે ઓળખાતા તેમને સિકંદર સામે પણ લડાઈ કરેલ છે. એના આધાર પુરાવા પડ્યા છે. અને અમારા જામ રાયધણજી એ પૃથ્વીરાજ ચૌહાણ ને મદદ કરવા લશ્કર મોકલેલું એનું પણ વર્ણન જોવા મળે છે રાજસ્થાન ના પુસ્તકો માં...!!!
◆ ગઝની ના બાદશાહ ફિરોઝશાહ ને મારી ને બેસનાર જામ નરપત હતા જે જાડેજા વંશ ના મુળપુરુષ કહેવાય છે.સિંધ ના થત્તા નગર ની સ્થાપના જાડેજા રાજવીઓ એ જ કરેલી. તેમજ ભુજ, જામનગર, રાજકોટ, મોરબી, ગોંડલ, આટકોટ બધા નગરો ની સ્થાપના જાડેજા રાજવીઓ એ જ કરેલી છે. લાખા ફુલાણી જેવા પ્રતાપી રાજા નું સામ્રાજ્ય કચ્છ થી લઈ ને અડધા સૌરાષ્ટ્ર પર હતું. આટકોટ શહેર ની સ્થાપના પણ એને જ કરેલી.
◆ જાડેજા રાજપુતો પર આક્ષેપ કરવા વાળા પહેલા પોતાનો ઇતિહાસ વાચી લે... જાડેજા રાજપુતો ના ઈતિહાસ પર તો ૩૫ થી વધારે પુસ્તકો લખાયેલા છે...જેમાંથી એક પણ જાડેજા એ નથી લખેલી એમાંથી અમુક પુસ્તકો મેં ઉપર આપેલા હતા બીજી એક પોસ્ટમાં. વધારે કાંઈ કહેવું નથી...અને જો કાઈ તથ્ય લાયક વાત હોય તો કરવી બાકી છાપા ના કટકે ઈતિહાસ ની રચના નથી થતી એ યાદ રાખજો...
છેલ્લે એક વાત યાદ રાખજો તું કાંઈ જામ સાહેબ નથી...આ વાક્ય જાડેજા રાજવી ની પદવી પરથી જ પડ્યું છે...!!!

Post a Comment

0 Comments