મીઠી વીરડીના જળમાં સ્નાન કરવા મંગાયેલી દાણના મામલે...
ભાવનગર - મહુવા વચ્ચે ૭-૭ દિવસ સુધી દ્રૃંદ યુધ્દ્ર ખેલાયુ'તુ
અઢારમી સદીના ઉતરાધ્ઁમાં ભારતના રાજ્ય તખ્તા પર મોંગલવંશનો મૃત્યુઘંટ વાગી રહ્યો હતો. આ તકનો લાભ લઈ મહુવા ના મોંગલ થાણેદાર મહમદ ખરેડીયાઅૅ સ્વતત્રંતા ધારણ કરી અને ૩૦૦ ગામનું નવું મહુવા રાજ્ય સ્થિર કર્યુ. આસમયે મહુવાની જાહોજલાલી ભવ્ય હતી. સૌરાષ્ટ્રનું કાશ્મીર ગણાતું મહુવા રાજ્યની આજુબાજુ ગોહિલ દરબારો અને કાઠી દરબારો શક્તિશાળી અને બળવાન હતા તેને પોતાની નીચે રાખવા મહુવા સ્થાનિક ખરેડીયાઅોનું ગજુ ન હતું.
મહુવાના રાજવી #જસાજી #ગોહિલ અને ભાવનગર ના મહારાજા વખતસિંહજી વચ્ચે સમાધાન થતા યુધ્ધ વિરામ થયો*
આ સમય મારવાડમાંથી સેજકજીના ચોથા દિકરા #વિસાજી ગોહિલની સત્તરમી પેઢિએ થયેલા મશરીજી ગોહિલે પોતાના ભાયાતો સાથે મળી અને મહુવા ઉપર આક્રમણ કરી અને મહુવા ખરેડિયા સિપાહીઅો પાસેથી જીતી લીધુ. અને મહુવાના ત્રણસો ગામડાઅો પર ગોહિલોનો વાવટો ફરકવા લાગ્યો તથા મિતીયાળાના રાજવી #વિજાજી ગોહિલના પૌત્ર #હમીરજી ગોહિલને #મશરીજીએ મહુવાની બાજુમા વાઘનગર ગામ આપેલ. પસી હમીરજીએ પોતાની તાકાતથી કોટડા તથા ઝાંઝમેર પરગણાના ગામો જીતી લીધા અને ઝાંઝમેર પોતાની ગાદી સ્થાપી હતી. ઈ.સ.૧૭૮૨માં ખીમાજીની ફરિયાદથી વખતસિંહજીએ ઝાંઝમેર ઉપર હુમલો કરી તે જીતી લીધું આથી હમીરજીએ ગોપનાથના મહંતનું શરણ લીધું. સમાધાન થયું અને કરાર થયાં કે ભાવનગરનાં ગામડાને રંજાડવા નહી, ત્યાર પછી હમીરજીએ વાધનગર આવી અને ગાદી સ્થાપી.
મશરીજી ગોહિલના અવસાન પછી મહુવાની ગાદી પર તેમના પાટવી કુંવર જસાજી ગોહિલ આવ્યા. આ સમયે મહુવામાં ખારા સાગરની મીઠી વિરડીની યાત્રાએ દેશ - પરદેશથી લોકો આવતા હતાં. મહુવાના રાજવી જસાજી ગોહિલને દાણ ભરી અને યાત્રાળુઅો મીઠી વિરડીના જળથી સ્નાન કરતા. આ સમયે દાઠાના ગોપાળજી સરવૈયા મહુવાની ખારા સાગરની મીઠી વિરડીની જાત્રા કરવા આવ્યા. ગોહિલ જસાજીએ ગોપાળજી પાસેથી દાણ માગ્યું ગોપાળજીએ કહયું કે હું ભાવનગરના રાજાનો મામા દાણ ના આપું. ત્યારે જસાજીએ કહયું રાજા હોય કે રંક મારા રાજ્યમાં બધા માટે દાણ સમાન છે. અને જો સ્નાન કરવું હોય તો દાણ આપીને કરવું પડશે. આથી ગોપાલજી સરવૈયાએ જસાજી ઉપર રોષ રાખીને ભાવનગર મહારાજની કાન ભંભેરણી કરી. આથી ભાવનગરની વિશાળ ફૌજે મહુવા પર ચડાઈ કરી. સામે મહુવાના રાજવી જસાજી ગોહિલ પોતાના લશ્કર સાથે માલણના કાઠા પર ભાવનગરની વિશાળ ફૌજ સામે સાત સાત દિવસ સુધી લડત આપી અંતે લશ્કરની ખુંવારી થતા જસાજીએ વખતસિંહજીને સંધીનું કહેણ મોકલ્યું. વખતસિંહજીએ સંધીનું કહેણ મંજુર રાખ્યું સાથે એક મહિનો મહુવાના હવામહેલમાં રોકાવાની શરતે જસાજીને મહુવા ખાલી કરી આપવું . એક મહિના પછી જસાજીને મહુવા પાછું સોંપી દેવું તેના ચાર સાક્ષી નિમાણાં તેમાં પ્રથમ જામીન તરીકે શંકરગિરિજી સાધુ, બીજા દયાશંકર ગોર વિજપડીના, ત્રીજા ગોપાળજી સરવૈયા દાઠાના અને ચોથા જસાજી બાપુના કામદાર અભો સોરઠીયો. એક મહિનાની અવધી પુરી થવા સતાં વખતસિંહજીએ તેમના કામદાર હિરજી મહેતાની ચડામણીથી મહુવાનો રાજ મહેલ ખાલી ના કર્યો આઇ નિમાયેલા સાક્ષીઅોને ગામ ગરાસ આપીને ફેરવી નાખ્યા પરંતુ જસાજી ગોહિલનો કામદાર અભો સોરઠીયો અકબંધ રહયો.
વખતસિંહજીએ રાજ મહેલ ખાલી ન કરતા મહુવાના રાજવી જસાજીએ પોતાના ગામ ગરાસ માટે બસો(૨૦૦) ઘોડે સવારો સાથે મહુવા માથે બહારવટું ખેડવા માંડયુ. આ બહારવટા દરમ્યાન જસાજી ગોહિલ ભાવગનરના સૈન્ય સામે ઈ.સ.૧૭૯૩માં શહિદ થયાં આથી રાજમાતા તથા કુંવરની જવાબદારી અભા સોરઠીયા પર આવી. અભા સોરઠીયાએ પોતાના માલીક મહારાજાનું ૠણ ચુકવવા ભાવનગર જઈ હિરજી મહેતાને મારી અને પોતાનું બલીદાન આપ્યું.
ઈ.સ.૧૮૧૬માં વખતસિંહજી દેવ થયા બાદ તેમના પાટવી કુંવર વજેસંગજી ગાદીએ આવ્યા ત્યારે ભાવનગરના ઘણા દુશ્મનો હતા. તેમા જુનાગઢના નવાબ તથા કાઠીઅો તથા ખસિયા ગોહિલો મુખ્ય દુશ્મનો હતાં. ચારે બાજુથી ભાવનગર ઉપર આફતના વાદળો તોળાઈ રહયા હતાં. હવે જસાજીના કુંવર ખિમાજી પણ યુવાન થઈગોહિલનેહતા હમીરજી તથા ખીમાજી ભાવનગર સામે જંગ લડવા સૈન્ય એક્ત્ર કરતા હતા તે સમાચાર ભાવગનર વખતસિંહજીના બનેવી પોરબંદરના રાણા સરતાનજીને ખબર પડી તેવો ભાવનગર આવી વજેસંગજીને કહેવા લાગ્યા કે ભાણુભા તમારા પિતાશ્રીએ તમારા ભાયાતો સાથે જે દુશ્મનાવટ કરી છે. પણ દુશ્મનાવટનો અંત દુશ્મનાવટથી નથી આવતો માટે તમારા ભાયાતો સાથે સમાધાન કરી તેમને તેમના ગામ ગરાસ પાસા આપી દયો, ત્યારબાદ પોરબંદરના રાણા સરતાનજીની મધ્યસ્થીથી બંને વચ્ચે સમાધાન થયું.
સમાધાન મુજબ વજેસંગજીએ પોતાના ભાયાતોને મહુવા તાબાના ચોવિસ ૨૪ ગામ આપી મનાવી લીધા. આમ ઈ.સ.૧૮૧૬માં ભાવનગરનાં મહારાજા વજેસંગજીએ હમીરજીને સેદરડા તાબાના બાર (૧૨) ગામ નીચેના આ પ્રમાણે છે. (૧)સેદરડા (૨)બેડા (૩)કોટામુઈ (૪)ખારી (૫)માતલપર (૬)ડુંગરપર (૭)શેત્રાણા (૮)ગળથર (૯)વાઘવદરડા (૧૦)ભાણવડીયા (૧૧) કડીયાળી (૧૨)સલડી(નેસ) તથા ખિમાજીને મોણપર તાબાના બાર (૧૨) ગામ (૧)મોણપર (૨)ટીટોડીયા (૩)દેગવડા (૪)છાપરી (૫)ચુણા (૬)જાંબુડા (૭)નાનાખુંટવડા (૮)ધરાઈ (૯)કરમંદીયા (૧૦)બોરલા (૧૧) પાંચટોબરા (૧૨)સાતવા ગામનો ગરાસ આપી પોતાના ગોહિલ ભાયાતો સાથે સમાધાન કર્યુ.
🌞#સેદરડા - #મોણપર #ચોવિસી #ગોહિલ રાજપૂત(મહુવા)🌞 ના ધન ના દોલત ના જમીન. ના મેડીમંદિર કે માળીયા વટ વચનને આબરૂ ખાતર પરોપકાર માટે થયા પાળીયા આ ગોહિલવાડ ની પવિત્ર ધરતી માં વિરો અને શુરવિરો ના ઈતિહાસ તો ઘણા બધા છે આ શુરવિરો ના જન્મ દેનાર જનની ને સત સત નમન છે. આપણી પરંપરાગત સંસ્કૃતિ અને ગૌરવવંતા ઈતિહાસના હું અને તમે દરેક વ્યકિત વારસદાર છીએ. આપણા પૂર્વજોના ગૌરવવંતા ઈતિહાસને જીવંત રાખવાની જવાબદારી દરેકની છે..
🙏🏻 ⚜🔱⚜🔱⚜🔱⚜🔱⚜ સુર્યવંશી ગંગાજળીયા ગોહિલ કુળના કુલભુષણ સેજકજી ઝાંઝરજી ગોહિલના 🤺 પુત્ર વિસાજી ગોહિલના વંશજો સેદરડા - મોણપર ચોવીસી ગોહિલ તરીકે અોળખાય છે. અને આજે તેમનો પરીવાર હાલ ૧૭ ગામમાં વસવાટ કરે છે.
🙏 ⚔ #જય #માતાજી⚔ 🙏

1 Comments
Jay Mataji 🙏
ReplyDelete