🚩 હું ક્ષત્રિય છું 🚩
રામાયણમાં જયારે રાવણ હણીયો,
રામે ટંકાર કરી કહ્યું હું ક્ષત્રિય છું,
મેઘનાથને રણમેદાનમાં મારીયો,
લક્ષ્મણે હુંકાર કરીયો હું ક્ષત્રિય છું,
ભરતે ભાઈ માટે રાજપાટ છોડિયું,
રામને નમીને કહ્યું કે હું ક્ષત્રિય છું,
શત્રુઘ્ન કદીયે પણ કાંઈ ન બોલીયો,
સેવાથી સમજાવી દીધુ હું ક્ષત્રિય છું,
અકબરની રાજનીતિ થઈ નકામી,
રાણાએ સમજાવી દીધુ હું ક્ષત્રિય છું,
આૈરંગઝેબ કટ્ટરવાદી ભલે બન્યો,
શિવાજી તલવાર બોલી હું ક્ષત્રિય છું,
સરદારનું અખંડ ભારત સપનું ,
રજવાડાંનું દાન બોલે હું ક્ષત્રિય છું,
દેશ સરહદે વીર સૈનિક જાગતો,
શત્રુને પડકાર કરે હું ક્ષત્રિય છું,
ભારતભરના પાળિયાઓને પુછજો,
ભીતર અવાજ આવશે હું ક્ષત્રિય છું,
હાલ કોઈ પણ કાર્ય નક્કી કરજો,
પાર પાડીને જ બોલજો હું ક્ષત્રિય છું.
।। જય માતાજી ।।
।। જય ક્ષાત્રધર્મ ।।
0 Comments