ગિરાસદાર ક્ષત્રિય ઝાલા રાજવંશ નો પરિચય
કાઠિયાવાડ મા અનેક રાજકુળ રાજસત્તા ભોગવી હતી જેમાં જેઠવા ચુડાસમા ચાવડા વાળા ઝાલા જાડેજા પરમાર ગોહિલ કાઠી બાબી વગેરે મહત્વના દસ રાજકુળ હતા જેમને સદી ઓ સુધી સૌરાષ્ટ્ર ની ધરતી પર સત્તા ભોગવી હતી..
સૌરાષ્ટ્ર જયારે કાઠિયાવાડ નામે ઓળખતું ત્યારે તેના ચાર પ્રાંત હતાં ઝાલાવાડ ગોહિલવાડ હાલાર અને સોરથ જેમાં કુલ 222 જેટલા 1 થી 7 વર્ગ ના રાજ્યો નો સમાવેશ થતો કાઠિયાવાડ સ્ટેટ નું મથક રાજકોટ ખાતે હતું અને રાજકોટ મા કોઠી વઢવાણ જેતલસર અને સોનગઢ ખાતે સિવિલ સ્ટેશન હતા અને વડોદરા ખાતે કંપની સરકાર નો રેશીડેન્ટ રહેતી હતી
કાઠિયાવાડ ના ઝાલારાજવંશ નો પરિચય
સૌ પ્રથમ ઝાલા ઓ ની ઉત્તપત્તિ ઝાલા શબ્દ અને ઝાલારાજ વંશ ની શાખા ઓ ક્યા ક્યા ફેલઆયેલી છે
ઝાલા રાજવંશ ની ઉત્તપત્તિ અને વિવિધ મંતવ્યો
ઝાલા ની અસલ અટક મકવાણા છે કારણ કે બ્રહ્માજી ના પુત્ર ભૃગુ અને ભૃગુ ના પુત્ર માર્કન્ડેય ઋષિ ના વંશ જ ઉપર થી મકવાણા ગણાય છે માટે ઝાલા ઓ ને ઋષિવંશજ કહેવામાં આવે છે
માર્કન્ડેય એ અગ્નિમાંથી ઉત્પન્ન કરેલા કુંડમાલજી અને કુંડમાલજી ના વંશ મા થયેલ હરપાળદેવ દાદા મકવાણા ના પુત્રો પછી ઝાલા તરિકે ઓળખાણ થઈ
રાજકુમાર કોલેજ ના પ્રી સી મેઈન એમ લખે છે ઝાલા ઓ કાઠિયાવાડ મા આવ્યા એ પહેલાં મધ્ય કચ્છ ના મક નામ ના પ્રદેશ મા રહેતા તે પ્રદેશ પરથી મકવાણા તરિકે ઓડખાયા
એચ વીલ્બ ફોર્સ એક લખે છે કે મકવાણા ઓ ગ્રીસ માંથી ઉત્તરી આવેલ છે અને મકવાણા શબ્દ મેસેડિયા શબ્દ માંથી નીકળ્યો છે જો કે આ મત યોગ્ય નથી લાગતો
આપણે વિધાનો ના મત અને શબ્દ અર્થ મુજબ ઝાલા શબ્દ નો ઇતિહાસ જોઈએ એક મત મુજબ જોઈએ તો ઝાલા ઓ સિંધ માંથી આવ્યા તેમજ ઝાલા શબ્દ સિંધી ભાષાના ઝલ્લા સરોવર ને કાંઠે રહેનારા શબ્દ ઉપર થી ઉતરી આવ્યો છે ડો કે કા શાસ્ત્રી લખે છે કે ઝલ્લોજઝલલીખ શબ્દ નો પૂરતાનો ભાવ આપતો ઝલ્લ શબ્દ ઝાલા શબ્દ ના મૂળમાં છે.
જયારે હિન્દી ભાષા મા ઝાલા શબ્દ નો અર્થ તેજલહર તરંગવલી એવો થાય છે
ઝાલા રાજવંશ ની ઉત્તપત્તિ અંગે ની કથા ઓ
આ બધા અનુમાન અને અભિપ્રાય મકવાણા અટક માટે મળે છે પછી બીજો પ્રશ્ન આપણી સામે આવી ને ઉભો રહે છે કે મકવાણા માંથી ઝાલા અટક કેવી રીતે પડી
ઝાલા શબ્દ કેવી રીતે અસ્તિત્વ મા આવ્યા તેના વિશે બારોટ ના ચુપડા મુજબ અને ઝાલાવંશ વારિધિ મુજબ રાજ હરપાળદેવ એ પાટડી મા રાજ્ય નું સ્થાપના કર્યાં બાદ તેમને ત્યાં માઁ શક્તિ ના પેટે સોઢાજી, માંગુજી, અને શેખડો જી નામે ત્રણ કુમારો તથા તથા ઉમાદે નામ ના એક પુત્રી નો જન્મ થયો એક સમયે આ ત્રણે કુંવરો અને ચારણ નો દીકરો રામજી મંદિર ની નજીક રહેલા વિશાળ ચોક મા દડા થી રમી રહ્યા હતા..
આ સમયે હસ્તીસાળામાંથી એક વિશાળ કાય હાથી ગર્જના કરાતા છૂટી ગયો હતો અને દોડતો દોડતો ચોક મા આવી ગયો અને આખા ચોક મા હાહાકાર મચી ગયો હાથી આગળ વધી રહ્યો હતો આ કુંવારો રમતા હતા એમની પાસે હાથી ત્યાં આવી ગયો અને આ બાળકો ને જપત મા લીધા ત્યારે માઁ શક્તિ રાજભુવનના સત્તા મા માળ ના ઝરૂખે બેઠા હતા અને આ જોઈ ગયા અને તરત બાળકો ને બચાવા અને પોતાનું સ્વરૂપ ધારણ કર્યું અને પોતાના હાથ લંબાવી ને ત્રણેય કુંવરો ને ઝાલી લીધા અને ચારણ ના દીકરા ને ટાપલી મારી હાથી થી દૂર કર્યો એ ટાપરીયા ચારણ કહેવાના..
આટલા સમય સુધી હરપાળદેવ સુધી ઝાલા ઓ મકવાણા અટક થી માર્કંડેય ના વંશજો થી ઓળખાતા પરંતુ ત્યાર બાદ ત્રણે કુંવરો ને માઁ શક્તિ એ ઝાલ્યા ત્યાર થી ઝાલા તરિકે ઓળખવા માંડ્યા આ મુજબ ઝાલા અટક આવી હોવાનું નોંધાયું છે..
ઝાલા રાજવંશ ના રાજ્યો
હરપાળદેવદાદા એ ઇસ 1090 મા હરપાળદેવ ના પુત્રો ઝાલા થી ઓળખાયા હરપાળદેવદાદા એ પાટડી થી પોતાના રાજ્ય ની સ્થાપના કરી હતી હરપાળદેવ દાદા ના વંશજો એ સૌરાષ્ટ્ર મા ધ્રાંગધ્રા લીંબડી, વાંકાનેર, વઢવાણ, લખતર, હળવદ, સાયલા, ચુડા, રામપર મેઘપર, માંડલ, રાજપુર, તે ઉપરાંત વાંજેપાળજી ના વંશજો કટોસણ સ્ટેટ મહીકાંઠા એજન્સી ના સ્ટેટ ખડલ સ્ટેટ,ઇલોલ સ્ટેટ, પુનાદરા સ્ટેટ વગેરે રાજ્યો સ્થાપ્યા હતા આ સિવાય ઝાલા વંશ ના રાજવીઓ એ મળવામાં રાયપુર, નરવર, કોટા, સાદડી, અને દેલવાડા મા પોતાના સ્વતંત્ર રાજ્યો સ્થાપ્યા હતા..
ઝાલાવાડ ના રાજ્યો અને સંસ્થાપક ની માહિતી
પાટડી સ્ટેટ
પાટડી સ્ટેટ મા ઝાલાવંશ નો પ્રથમ પાયો નાખનાર ઝાલા વંશ ના સંસ્થાપક બાપા હરપાળદેવજી હતા.
હળવદ સ્ટેટ
ઝાલાવશના શાસકોના
ઈતીહાસમાં વાઘોજી અગત્યનું સ્થાન ધરાવેછે. વાઘોજી નું મુસ્લિમ શાસક મહમદ બેગડાએ મોટા સૈન્ય સાથે યુદ્ધ થયું ઇ.સ.૧૪૮૬માં કંકાવટી પર આક્રમણ કર્યું આ યધ્ધમા મ વાઘોજી અને તેમના સાત પુત્રો વીરગિત પામ્યા આથી રાણીઓએ કુવામાં જૌહર કર્યા હતા.
વાઘોજીના બચેલા કુંવારો અજ્ઞાત ચાલ્યા ગયા હતા. બે વર્ષ પછી કુંવર રાજોધરજી
બહાર આવી સલામત રાજધાની શોધવાની ફરજ પડી હતી. રાજોધરજીએ ઇ.સ.૧૪૮૮માં
વદ-૧૩,૧૫૪૪) હળવદમાં રાજધાની સ્થાપી રાજોધરજી પછી હળવદની ગાદી પર રાજ કર્યું..
વઢવાણ સ્ટેટ
વઢવાણ સ્ટેટ ના સ્થાપક રાજોજી હતા જેઓ પૃથ્વીરાજ જી ના નાના પુત્ર હતા જેમને ઈસ. 1605 મા સ્થાપના કરી હતી.
લખતર સ્ટેટ
લખતર તથા સ્ટેટ ના સ્થાપક અમરસિંહ ના નાના ભાઈ ને અભેસિંહ ને લખતર અને થાન ન ગરાસ મળ્યો હતો.
ચુડા સ્ટેટ
ચુડા રાજ્ય ઝાલાવન્સ ના સંસ્થાપક વઢવાણ સ્ટેટ ના ભાઈ અર્જુનસિંહ ના નાના ભાઈ ને ચુડા નો ગરાસ ગાદી મળેલ
સાયલા સ્ટેટ
સાયલા સ્ટેટ મા ઝાલારાજવંશ ની સ્થાપના સેજમાલજી એ કરી હતી સાયલા પર આક્રમણ કરી કાઠીઓ પાસે થી સાયલા પડાવી લીધું.
વાંકાનેર સ્ટેટ
વાંકાનેર સ્ટેટ હળવદ સ્ટેટ થી અલગ થઈ ને પૃથીવરાજસિંહ ના મોટા પુત્ર સરતનજી એ વાંકનેર મા ઝાલારાજવંશ ની સ્થાપના કરી
ધ્રાંગધ્રા સ્ટેટ
હળવદ સ્ટેટ થી અલગ થઈ રાયસિંહ એ ધ્રાંગધ્રા ની સ્થાપના કરી ધ્રાંગ એટલે પથ્થર અને ધા
રા એટલે જમીન એટલે નામ ધ્રાંગધ્રા પાડ્યું.
લીંબડી સ્ટેટ (જાંબુ)
લીંબડી સ્ટેટ ની સૌથી પેહેલી ગાદી જાંબુ હતી જાંબુ મા માંગુજી એ ગાદી સ્થાપી હતી કાલ ક્રમે લીંબડી સત્તા ફેરવી કાયમી સત્તા લીંબડી હાંસલ કરી હતી.
લેખન સેજપાલસિંહ ઝાલા 🖋
1 Comments
ખૂબ જ સરસ ઝાલા રાજપૂત ક્ષત્રિય ના ઈતિહાસ ની માહિતી જય માતાજી,,,,નેતસિહ સોઢા પરમાર રાજપૂત મુંબઇ
ReplyDelete