Hot Posts

6/recent/ticker-posts

કચ્છનો કાળો નાગ જેસલ જાડેજા

જેસલ જાડેજા નો જન્મ વિક્રમ સંવત ૧૩૭૪ વૈશાખ સુદ ત્રીજા મંગળવાર ના દિવસે થયો હતો. પિતા નું નામ ચાંદાજી દાદા નું નામ રાહુજી હતું. માતા નું નામ નાથુબા હતું. જે શૂરાજી પરમાર ના કુંવારી હતાં. જેસલ જાડેજા ના એક નાના બહેન પણ હતા તેમનુ નામ રાયજીબા હતું. તેમના લગ્ન વિક્રમ સંવત ૧૪૦૧ ફાગણ વદ નોમ ( ૯ ) ના દિવસે થયેલા. ઉમરકોટ ( સિંધ પાકિસ્તાન ) ના સોઢાઓ મા લગ્ન થયેલા,.  જેસલ જાડેજા નું નામ જેશર જાડેજા છે પણ બોલવામાં સરળ થાય એટલે જેસલ જાડેજા બોલાય છે. જેસલ જાડેજા ના ૧૨ ગામ છે. જેસલ જાડેજા એ બહારવટું કર્યુ અને ગણા પાપો કર્યા. સતી તોરલ ના આવ્યા પછી જેસલ જાડેજા ના જીવન મા પરીવર્તન આવ્યું અને જેસલ પીર થયા.  બહારવટું ખેલતા ત્યારે અંજાર મા કજ્લી નામ નુ જંગલ હતું ત્યાં જંગલ મા રેતા અને બહારવટું ખેલતા, અત્યારે તે સોરઠીયા વાસ છે અંજાર મા.  

જેસલ જાડેજા ને અંજાર તાલુકા નું કિડાણા ગામ મળેલું  ,  પછી જેસલ તોરલ બંને પોતાના ગુરુ નીમનાથજી મહારાજ હતા નખત્રાણા તાલુકા ના ભડલી ગામે  ભડલી ગામે નદી ના કિનારે મહાદેવ નું મંદિર છે ત્યાં ઘોડા ઉપર જેસલ જાડેજા ની આજે પણ પ્રતિમા બિરાજમાન છે ખાનણી દસ્તો છે , તોરી વારી ખોરળી કહેવાય ત્યાં જ્યોતપાટ ધર્મ નો સતસંગ કરતાં. એ પણ આજે વીદય માન છે.  જ્યોતપાટ ધર્મ હતો તે અર્થવેદ આધારીત હતો. યુધીષ્ઠીર પણ પાળતા આ ધર્મ  નિઝાર પંથી ધર્મ કહેવાય. 
૧૪ મી સદીમાં જેસલ પીર, રામદેવ પીર, પીથોરા પીર, લાખા લોયણ, ઉગમસિંહ ભાટી  આ બધા પાટ ધર્મ માં જોડાયેલા હતા. સતી તોરલ ના કચ્છ મા આવ વાથી  આ પાટ ધર્મ મા કચ્છ મા વધારે વ્યાપ થયો. 
જેસલ જાડેજા સતી તોરલ ના કપડાં ધોવા કિડાણા નદી એ જાત આવો બહારવટિયો જેનું હૃદય પરિવર્તન થાતાં પીર થયા અને કચ્છ મા જેસલ પીર તરીકે પુજાય છે

Post a Comment

0 Comments