Hot Posts

6/recent/ticker-posts

લુણાવાડા નગરની સ્થાપના દિવસ

Happy Birthday Lunawada

આજે વૈશાખ સુદી ત્રીજ અક્ષય તૃતીયા લુણાવાડા નગરની સ્થાપના દિવસ આજે લુણાવાડા ૫૮૬ વર્ષ પૂરા કરી 587 વર્ષ મા પ્રવેશ કરે છે.
Lunawada State

પ્રથમ મહારાણા વીરભદ્રસિંહ વીરપુર ની સ્થાપના કરી વિક્રમ સંવત 1281 મહા સુદી પૂનમ વીરપુરમાં પોતાની રાજધાની કરી ત્યાં 200 વર્ષ જેવું શાસન કર્યા બાદ લુણાવાડાના નવમા મહારાણા શ્રી ભીમસિંહજીયે વીરપુર ને સામે કાંઠે દિયા પટણ ટૂંક સમય માટે રાજધાની ફેરવી અને યોગ્ય જગ્યા ની શોધતા ડુંગર પાસે વિક્રમ સંવત 1490 વૈશાખ સુદી ત્રીજ એટલે કે અક્ષય તૃતીયાના દિવસે હાલના લુણાવાડા નગરની સ્થાપના થઇ. અમૃતપુર લુવનપુર અને લુણાવાડા જેવા નામોથી ઓળખાયેલ નગર સોલંકી વંશનો વારસો જાળવી રહ્યું છે.

આઝાદીના વિલીનીકરણ માં ૪૨મા મહારાણા કર્નલ શ્રી વિરભદ્રસિંહ જીએ સહી કરી અને લુણાવાડા સ્ટેટ ને આઝાદ ભારતમાં વિલિનીકરણ કર્યું ત્યાર પછી પરંપરાગત રીતે ૪૩મા મહારાણા શ્રી ભુપેન્દ્રસિંહ જી મહારાજ અને હાલ ૪૪માં મહારાણા શ્રી સિધ્ધરાજસિંહ બાપુ જે રાજ મહેલમાં રહે છે. તેઓએ લુણાવાડા સ્થાપના દિવસે સમગ્ર નગરજનોને નગર સ્થાપના દિવસ ની શુભેચ્છા પાઠવી છે કોરોનાવાયરસ ના કારણે કોઈપણ સંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું નથી.

લુણાવાડાના ઐતિહાસિક વારસા માટે શ્રી સિધ્ધરાજસિંહ જી મહારાજ પ્રયત્નશીલ છે અમે ઘણા બધા સામાજિક ટ્રસ્ટનું ખુબ જ ખંતપૂર્વક નિર્વહન કરે છે તો આ પ્રસંગે સમગ્ર રાજવી પરિવારને અને લુણાવાડા નગરજનોને ખૂબ ખૂબ અભિનંદન શુભેચ્છા.

લુણાવાડા નગર ને પોતાનો ભવ્ય ઇતિહાસ રહ્યો છે લુણાવાડાના મહારાણા દલપત સિંહજી મહારાણા શ્રી ફતેસિંહ જી મહારાણા શ્રી દલેલ સિંહ જી અને મહારાણા શ્રી વખતસિંહજી ના સમયમાં લુણાવાડા નગરમાં તાંબાના સિક્કા ઓ છપાતાં હતાં. નવ તોપની સલામી નો દરજ્જો ધરાવતું રાજ્ય ૬૦૦ વર્ષથી અહીં ધબકે છે અહીંના રાજાઓનું સામાજિક સાંસ્કૃતિક અને ઐતિહાસિક શૈક્ષણિક સિંચાઈ અને સુરક્ષાના ક્ષેત્રમાં ઘણું મોટું યોગદાન રહ્યું છે. અત્યારે જોઈ રહેલા આ સમૃદ્ધ નગર ને મહારાણા શ્રી નારસિંહના સમયથી આકાર આપવામાં આવ્યો હતો જે વખતસિંહજી મહારાજના સમયમાં પૂર્ણ વિકાસ પામેલું એક ખૂબસૂરત નગર બન્યું હતું.

અનેક સંઘર્ષો બલિદાનો અને વિકાસના કાર્યોમાં રાજવી પરિવાર હંમેશા અગ્રેસર રહ્યું છે આઝાદી પછી પણ મહારાણા શ્રી વીરભદ્રસિંહ જી મહારાજ ભારતીય સેનામા ઉચ્ચ હોદ્દા પર રહી દેશની સેવા કરી માનનીય હિજ હાઈનેસ શ્રીધીરેન્દ્ર સિંહ જી વિધાનસભામાં ચૂંટાઈને લુણાવાડા નગર ના વિકાસ માટે પ્રયત્નશીલ રહ્યા હતા અને અત્યારે પણ શ્રી સિધ્ધરાજસિંહ જી મહારાજ લુણાવાડા ના ઘણા ટ્રસ્ટો દ્વારા પોતાનું યોગદાન આપી નગર વિકાસ માં કાર્યરત છે.
તો આ શુભ પ્રસંગે સમગ્ર રાજવી પરિવાર ને અભિનંદન લુણાવાડાના નગરજનોને અભિનંદન અને એ નગર આવી જ રીતે વિકાસ કરતું રહે અને પોતાનો ઐતિહાસિક વારસો જાળવી રાખે તેવી શુભકામના

Post a Comment

0 Comments